KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતના 11 હજાર ગામોમાં 4G નથી! હવે Starlink બનશે સહારો? Elon Muskએ બતાવ્યો રસ્તો

Elon Muskએ Starlinkને ભારતના ખાસ કરીને ગ્રામીણ અને ઓછી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારો માટે ઉપયોગી ગણાવ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે Starlink ભારતમાં સેવા શરૂ કરવા માટે ફરી મંજૂરી મેળવવાના પ્રયાસમાં હોવાનું જણાવાય છે.

KuberaNow
desk@kuberanowPublished On : 21 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
STARLINK.
ભારતના દરેક ગામોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદરૂપ થશે StarlinkAI GENERATED IMAGE

SpaceXના સ્થાપક Elon Muskએ Starlinkની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ભારતના એવા વિસ્તારો સુધી કનેક્ટિવિટી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે, જ્યાં હાલમાં સેવા ઓછી છે. ખાસ કરીને ગ્રામિણ ભારતનો ઉલ્લેખ કરતાં Muskએ કહ્યું કે Starlink દેશના સૌથી ઓછા સેવા મળતા વિસ્તારો માટે ઉપયોગી બની શકે છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે Starlink ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા શરૂ કરવા માટે ફરી અરજી કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.


હજારો ગામોમાં હજુ 4G કવરેજ નથી

ઈલોન મસ્કે X પર એક પોસ્ટનો જવાબ આપતા સમયે દાવો કર્યો કે મે 2026 સુધી ભારતના 11,256 નોંધાયેલા ગામોમાં હજુ 4G કવરેજ ઉપલબ્ધ નહોતું. આ આંકડો દર્શાવે છે કે શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામિણ અને દૂરદરાજના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીનો અંતર હજુ યથાવત છે.


ગ્રામિણ ઇન્ટરનેટ પહોંચ હજુ ઓછી

માર્ચ 2026માં ભારતમાં કુલ ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન 109.3 કરોડ હતું. તેમાં ગ્રામિણ વિસ્તારોનો હિસ્સો 44.08 કરોડ હતો. દર 100 લોકો દીઠ ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન ગ્રામિણ ભારતમાં 48.31 હતું, જ્યારે શહેરી ભારતમાં આ આંકડો 126.80 હતો.


Starlink ફરી મંજૂરીના પ્રયાસમાં

અહેવાલ મુજબ Starlinkએ ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવા આપવા માટે નવી અરજી કરી છે. અગાઉ Indian National Space Promotion and Authorisation Centreએ Starlinkના Gen 2 સેટેલાઇટ નેટવર્ક માટેની અરજી નકારી હતી. કેટલાક ટેકનિકલ ફીચર્સ અને ઉપયોગમાં લેવાની સૂચિત રેડિયો ફ્રીક્વન્સી ભારતીય જરૂરિયાતો સાથે સુસંગત ન હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.


સેટેલાઇટથી ઇન્ટરનેટ સેવા

Starlink, SpaceX દ્વારા સંચાલિત સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે. તે પૃથ્વીની નીચી કક્ષામાં ફરતા સેટેલાઇટોના નેટવર્કથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે. કંપની ભારતમાં સેવા શરૂ કરવા માટે જરૂરી નિયમનકારી મંજૂરી મેળવવા પ્રયાસ કરી રહી છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM