ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં થવાથી સરકારી ઓઈલ કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે

મુંબઈ : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ ફરી એક વખત 100 ડોલરની આજુબાજુ રહ્યા છે. એક સમયે ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઈલના ભાવ 70-75 ડોલરની આજુબાજુ હતા, જે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતા 115 ડોલરની આજુબાજુ પહોંચી ગયા હતા. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોના પગલે ક્રૂડના ભાવ ફરી નીચે ઉતરી ગયા હતા, પરંતુ બંને પક્ષો વચ્ચે તણાવ વધતા ફરીથી ક્રૂડના ભાવ 100 ડોલર ઉપર જતા રહ્યા હતા. હાલ ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરની નીચે આવી ગયા છે. જોકે, હજુ પણ તે ફેબ્રુઆરી 2026 પહેલાના સ્તર કરતા ઘણા ઊંચા છે. આમ, ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેવાથી ઓઈલ કંપનીઓ પર સતત દબાણ વધી રહ્યું છે. બીજીબાજુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહેવાના કારણે ઓઈર રિટેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ અને એચપીસીએલને દૈનિક ભારે નુકસાન થઈ રહ્યું છે.
રેટિંગ એજન્સી ICRA મુજબ સરકારી ઓઈલ માર્કેટ કંપનીઓ એટલે કે ઓએમસીને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નુકસાન થઈ રહ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને પેટ્રોલ પર અંદાજે પ્રતિ લિટર રૂ. 8 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 9નું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ICRAના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વર્તમાન સ્થિતિમાં આ કંપનીઓને દૈનિક અંદાજે રૂ. 530 કરોડ સુધનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને સપ્લાયમાં અવરોધ તેનું મોટું કારણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એક વખત વકરી રહ્યો છે, સાઉદી અરબની પૂર્વ-પશઅચિમ પાઈપલાઈનનું બંધ થવું અને લાલ સમુદ્રમાં સતત હુથી બળવાખોરોની હિલચાલ વધવાથી ઓઈલ સપ્લાય પર સંકટ તોળાઈ રહ્યું છે. ભારત જે ક્રૂડ ઓઈલ બાસ્કેટની આયાત કરે છે તેની કિંમત 21 સપ્ટેમ્બર 2026ના રોજ વધીને પ્રતિ બેરલ રૂ. 117.4 ડોલર થઈ ગઈ છે. આ નાણાકીય વર્ષ 2025-26 મુજબ અંદાજે પ્રતિ બેરલ 66 ડોલરની સરેરાશથી ઘણી વધુ છે.
ઘરેલુ એલપીજી પર પણ કંપનીઓનું દબાણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય એલપીજીના ભાવમાં વધારા પછી 30 જૂન સુધી નેગેટિવ એલપીજી બફર રૂ. 61,940 કરોડ સુધી પહોંચી ગયો હતો. ICRA મુજબ નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિકમાં પ્રત્યેક ઘરેલુ એલપીજી સિલિન્ડર પર અંદાજે રૂ. 500નું નુકસાન હતું, જે સપ્ટેમ્બરમાં ઘટીને લગભગ રૂ. 300 પ્રતિ સિલિન્ડર રહી ગયું છે. બીજીબાજુ, માર્ચમાં ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (AYF) પર લગાવાયેલા એક્સપોર્ટ લેવી પછી પેટ્રોલના ભાવ પણ વધારાયા છે. 16 સપ્ટેમ્બરથી ડીઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લીટર રૂ. 20 અને એટીએફ પર પ્રતિ લીટર રૂ. 15 રહી છે.
ICRA મુજબ, નાણાકીય વર્ષ 2026-27માં કંપનીઓની કમાણી પર અસર જોવા મળી શકે છે. કંપનીઓ ક્રૂડ ઓઈલના ભાવ, પ્રોડક્ટ ક્રેક, ઘરેલુ ઈંધણના ભાવમાં ફેરફાર અને એલપીજી અન્ડર-રિકવરી માટે સરકારી મદદ પર નિર્ભર કરશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
