KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold and Silver Price Today : સોના-ચાદીમાં સોમવારે આવ્યો ઘટાડો, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

અમેરિકા-ઈરાન યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં સોમવારે પ્રારંભિક ટ્રેડમાં સોનાનો ભાવ 0.5 ટકા ગગડ્યો હતો

KuberaNow
desk@kuberanowPublished On : 21 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver Price today 21
AI Generated Image

અમદાવાદ : ભારતમાં સોમવારે સ્થાનિક વાયદા બજારમાં પ્રારંભિક ટ્રેડિંગ કલાકોમાં સોના અને ચાંદીનાભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અનિશ્ચિતતા યથાવત્ રહેતા 21 સપ્ટેમ્બરે સોમવારે કિંમતી ધાતુઓની માગમાં વધારો જોવા મળ્યો હતો.


MCX પર સોનાનો 5 ઓક્ટોબર વાયદો પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,870ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે MCX ચાંદી 4 ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 0.39 ટકા ઘટીને પ્રતિ કિલો રૂ. 2,40,663ના સ્તરે ટ્રેડ થયો હતો. MCX પર સોનાનો ભાવ શુક્રવારે 0.84 ટકાની તેજી સાથે પ્રતિ 10 ગ્રામ રૂ.1,54,263ના સ્તરે બંધ થયો હતો, જે સોમવારે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,53,803ના સ્તરે ખૂલ્યો હતો. ઘરેલુ કોમોડિટી બજારમાં શુક્રવારે ચાંદીનો ભાવ પણ 0.16 ટકાની તેજી પછી પ્રતિ કિલો રૂ. 2,42,000ના સ્તરે બંધ થયો હતો.


આંતરરાષ્ટ્રીય બજાર Comex પર પણ સોમવારે સોનાનો ભાવ 0.50 ટકા ઘટાડા સાથે પ્રતિ ઔંસ 4,406 ડોલરે ટ્રેડ થયો હતો. ચાંદીના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે. ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 66.98ના સ્તરે છે. ઈન્ડિયન બુલિયન જ્વેલરી એસોસિએશનના ડેટા મુજબ સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,54,530, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,653 તથા 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,24,520ના સ્તરે છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 2,40,640ના સ્તરે છે.


અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની સંભાવના વધી

પાછલા સપ્તાહે સોનામાં આવેલી તેજી અને આ સપ્તાહની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયા તણાવ ઓછો થવાની આશા અને અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની વધતી સંભાવનાઓના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો આવ્યો છે, જેની અસર કોમોડિટી બજાર પર પણ જોવા મળી રહી છે.


સોનાના ભાવમાં ગયા વર્ષે 1979 બાદની સૌથી મજબૂત તેજી જોવા મળી હતી, જેને પગલે સોનાનો ભાવ 75 ટકા ઊછળ્યો છે. તાજેતરના મહિનાઓમાં સોનાનીમાગ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનાનો ભાવ આંશિક વધ્યો છે. બીજીબાજુ ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જેનું કારણ મજબૂત માગ અને કરન્સીમાં ઉતારચઢાવ જોવા મળ્યો છે. ચાંદીના ભાવ 2023-24માં પ્રતિ કિલો રૂ. 78,600થી વધીને સપ્ટેમ્બર 2026માં રૂ. 2,40,000ના સ્તરે પહોંચી ગયા છે.


આ પણ જૂઓ


ગ્રો વેબસાઈટ મુજબ દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,55,730/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,42,750/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,800/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,55,830/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,42,840/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,870/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,55,680/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,42,710/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,760/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,55,680/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,42,710/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,760/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,55,680/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,42,710/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,760/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,60,000/1 કિલો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM