KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે

EPFOના નવા નિયમ હેઠળ સભ્યો માટે જરૂરિયાતના સમયે PFમાંથી પૈસા મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 18 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
EPFO
EPFOAI Generated Image

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પ્રોવિડન્ટ ફંડમાંથી સંપૂર્ણ રકમ ઉપાડી લેતા સભ્યો માટે પોતાના જૂના નિયમમાં નવો સુધારો કર્યો છે. સંપૂર્ણ રકમ ઉપાડ્યા બાદ કર્મચારી જો બેરોજગાર થાય તો તેની પાસે બચત રહેતી ન હતી. જોકે, EPFOએ સભ્યને બેરોજગારીનાં સમયમાં પોતાના બચત ભંડોળનો ઉપયોગ કરી શકે તે રીતે નિયમમાં ફેરફાર કર્યો છે.


EPFOના નવા નિયમ હેઠળ સભ્યો માટે જરૂરિયાતના સમયે PFમાંથી પૈસા મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. નોકરી છૂટી જાય અથવા કર્મચારી નોકરી છોડી દે તો તે પોતાના PF ખાતામાં જમા કુલ રકમના 75% સુધી ઉપાડી શકશે. એટલે 1 વર્ષ સુધી જો બેરોજગારીનો સામનો કરવો પડે તો EPFOમાં બચત કરેલા 25% ભંડોળ કર્મચારીઓ માટે ઉપયોગી નીવડે છે.


આ રકમમાં કર્મચારી અને નોકરીદાતા (એમ્પલોયર)નો ફાળો તેમજ તેના પર મળેલું વ્યાજ સામેલ રહેશે. જોકે, ખાતામાં રહેલા બાકીના 25% ભંડોળને તાત્કાલિક ઉપાડી શકાશે નહીં. સભ્ય જો સતત 12 મહિના સુધી બેરોજગાર રહેશે તો સંપૂર્ણ PF સેટલમેન્ટ મળી શકશે. અગાઉ સામાન્ય રીતે બે મહિના સુધી બેરોજગાર રહ્યા બાદ સંપૂર્ણ PF ઉપાડવાની જોગવાઈ હતી. નવા માળખામાં આ સમયગાળો વધારીને 12 મહિના કરવામાં આવ્યો છે.


25% રકમ કેમ રોકવામાં આવશે?


EPFOના આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ સભ્યોની નિવૃત્તિ બચતને સંપૂર્ણપણે ખાલી થતી અટકાવવાનો છે. નોકરી ગુમાવ્યા બાદ તાત્કાલિક ખર્ચ માટે 75% રકમ ઉપલબ્ધ રહેશે, જ્યારે બાકીના 25% પર વ્યાજ મળતું રહેશે અને તે લાંબા ગાળાનું આર્થિક સુરક્ષા ભંડોળ બની રહેશે. જો સભ્યને આ સમયગાળા દરમિયાન નવી નોકરી મળી જાય, તો PF ખાતું બંધ કરવાને બદલે નવી સંસ્થામાં ટ્રાન્સફર કરી શકાય છે.


PFની રકમ પર 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ


જો કોઈ કર્મચારી 55 વર્ષની ઉંમર પહેલાં નિવૃત્ત થાય અને તેના PF ખાતામાં રકમ જમા રહે, તો તેના પર 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળતું રહેશે. નોકરી છોડવા કે વહેલી નિવૃત્તિ લેવાનો અર્થ એવો નથી કે PF ખાતામાં જમા રકમ પર તરત વ્યાજ મળવાનું બંધ થઈ જશે. EPFOના નિયમ અનુસાર ખાતામાં રહેલી પાત્ર રકમ પર સભ્યની ઉંમર 58 વર્ષ થાય ત્યાં સુધી વ્યાજ મળતું રહી શકે છે.


કઈ સ્થિતિમાં 100% PF ઉપાડી શકાશે?


  • સભ્યની ઉંમર 55 વર્ષ પૂર્ણ થાય
  • સભ્યને કાયમી દિવ્યાંગતા આવે
  • સભ્ય સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લે
  • સભ્ય ભારત છોડીને વિદેશમાં કાયમી વસવાટ કરવાની યોજના બનાવે
  • સભ્ય સતત 12 મહિના કે તેથી વધુ સમય સુધી બેરોજગાર રહે


આ પણ વાંચો: વરસાદથી ઘરને નુકસાન પહોંચે તો ક્યાં જશો?


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM