KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સાઉથ આફ્રિકાની કંપનીનું એક્વિઝિશન કરતાં સોલર ઇન્ડસ્ટ્રીઝનો શેર 14 ટકા ખાબક્યો

સોલર ઇન્ડસ્ટ્રીઝે સાઉથ આફ્રિકાની કંપની ઓમ્યિના હોલ્ડિંગ્સ ખરીદતા તેના શેરના ભાવમાં કડાકો બોલ્યો

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Solar Industries
AI GENERATED IMAGE

અમદાવાદઃ સોલર ઇન્ડસ્ટ્રીઝનો શેર મંગળવારે 14 ટકા ખાબક્યો હતો. કંપની સાઉથ આફ્રિકા સ્થિત ઓમ્નિયા હોલ્ડિંગ્સને 12,951 કરોડમાં ખરીદવાની હોઈ તેના શેરના ભાવમાં ઘટાડો થયો છે. જો કે આ એક્વિઝિશન નિયમનતંત્રની મંજૂરીને આધીન છે. આ ટ્રાન્ઝેકશન્સમાં ઓમ્નિયાના 100 ટકા શેર ખરીદવામાં આવનારા છે.


મંગળવારે બીએસઇ પર તેનો શેર આ એક્વિઝિશનના પગલે લગભગ 14 ટકા તૂટીને 19,273 થઈ ગયો હતો. આમ તેણે લગભગ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાવ્યો હતો. સોલરનો શેર ડિફેન્સ ઇન્ડેક્સમાં 12 ટકા વેઇટેજ ધરાવતો હોવાથી તેમાં આવેલા કડાકાથી તેનો શેર પણ નીચે આવ્યો હતો.


કંપની આ એક્વિઝિશન માટે પ્રતિ શેર રૂ. 134.5 એટલે કે 1.35 ડોલરની ચૂકવણી કરશે. આ એક્વિઝિશન 2027ના મધ્યાંતર સુધીમાં પૂરું થાય તેમ માનવામાં આવે છે. આ સોદો પૂરો થયા પછી ઓમ્નિયા જોહાનિસબર્ગ શેરબજાર અને એટુએક્સ માર્કેટમાંથી ડીલિસ્ટ થશે. કંપની 23 દેશોમાં હાજરી ધરાવે છે અને 3,500થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.


સોલર ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે આ એક્વિઝિશનના લીધે કંપનીના ગ્લોબલ એક્સ્પ્લોઝિવ્સ અને માઇનિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકેનું સ્થાન વધુ મજબૂત થશે. તેના લીધે કંપની આફ્રિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવશે.


ગોલ્ડમેને સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે રૂ. 26,550ના ટાર્ગેટ સાથે બાય રેટિંગ આપ્યું છે. આમ તેણે 25 ટકા ઉપર ભાવ આપ્યો છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે આ એક્વિઝિશનના લીધે સોલર સાઉથ આફ્રિકામાં સૌથી મોટી કંપની બની જશે. તેના પગલે કોમર્સિયલ અને બ્લાસ્ટિંગ સોલ્યુશન્સમાં અગ્રણી કંપની બનશે. તેની સાથે કંપની બ્લાસ્ટિંગ સોલ્યુશન્સ અને કોમર્સિયલ એક્સ્પ્લોઝિવ્સ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનાવશે.  બ્લૂમબર્ગના ડેટા મુજબ સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે 18માંથી 15 વિશ્લેષકોએ બાય રેટિંગ આપ્યું છે.

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM