KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારત-EUના નાણાકીય સંબંધો મજબૂત થશે: SEBI અને ESMA વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને યુરોપિયન સિક્યોરિટીઝ એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (ESMA)એ સેન્ટ્રલ કાઉન્ટરપાર્ટીઝ (CCPs) સંબંધિત બાબતોમાં કરાર કરાયો.

KuberaNow
desk@kuberanowPublished On : 5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
SEBI-ESMA MoU
SEBI-ESMA MoUAI Generated Image

ભારતીય મૂડીબજાર માટે મહત્વપૂર્ણ પગલું ભરતાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને યુરોપિયન સિક્યોરિટીઝ એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (ESMA)એ સેન્ટ્રલ કાઉન્ટરપાર્ટીઝ (CCPs) સંબંધિત બાબતોમાં સહયોગ અને માહિતીની આપ-લે માટે કરાર કર્યો છે. બંને નિયમનકારી સંસ્થાઓએ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.


આજના સમયમાં નાણાકીય બજારો કોઈ એક દેશ સુધી મર્યાદિત નથી. વિવિધ દેશોના રોકાણકારો, શેરબજારો અને નાણાકીય સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલા છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય વ્યવહારોને સુરક્ષિત અને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે નિયમનકારો વચ્ચે મજબૂત સહયોગ જરૂરી છે. આ કરારનો હેતુ ભારત અને યુરોપિયન યુનિયન (EU)નાં નાણાકીય બજારો વચ્ચે સહયોગ વધુ મજબૂત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થનારી ક્લિયરિંગ ગતિવિધિઓ માટે MoU મહત્વનો ગણવામાં આવે છે.

 

આ કરારમાં શું છે?

 

SEBI અને ESMA વચ્ચેનો આ કરાર ભારતમાં SEBIની દેખરેખ હેઠળ કાર્યરત CCPs સંબંધિત બાબતોમાં બંને નિયમનકારો વચ્ચે સહયોગનું માળખું દર્શાવે છે. CCPs નાણાકીય બજારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે મધ્યસ્થ બની નાણાકીય વ્યવહાર સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે કોઈ વ્યવહાર અલગ-અલગ દેશોનાં બજારો સાથે જોડાયેલો હોય ત્યારે સંબંધિત નિયમનકારો વચ્ચે માહિતીની આપ-લે અને દેખરેખમાં વધુ સારો સમન્વય જરૂરી બને છે. આ કરાર પર SEBIના ચેરમેન તુહિન કાંત પાંડે અને ESMAનાં ચેરપર્સન વેરિના રોસે હસ્તાક્ષર કર્યા છે.

 

જૂના કરારનું સ્થાન લેશે નવો MoU

 

SEBI અને ESMA વચ્ચે અગાઉ 21 જૂન 2017ના રોજ કરાર કરવામાં આવ્યો હતો. હવે જૂના કરારનાં બદલે નવો કરાર અમલમાં આવશે. બદલાતા નાણાકીય બજાર અને નિયમનકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બંને સંસ્થાઓ વચ્ચેના સહયોગનું માળખું સુધારવામાં આવ્યું છે.

 

ESMAને કેવી રીતે મદદ મળશે?


નવો MoU SEBI અને ESMA દ્વારા કરવામાં આવતી રેગ્યુલેટરી સંબંધિત કામગીરી પર આધાર રાખી શકશે. એટલે કે ભારતમાં SEBIની દેખરેખ હેઠળ કામ કરતી CCPs અંગે ESMAને જરૂરી નિયમનકારી માહિતી મેળવવા અને ભારતની દેખરેખ વ્યવસ્થાને સમજવામાં મદદ મળશે. તેમજ યુરોપિયન યુનિયનની નાણાકીય સ્થિરતાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં NLC India સ્થાપશે 275 MWનો મોટો બેટરી પ્રોજેક્ટ



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM