KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

‘ગ્રેટ ઇન્ડિયન બોન્ડ ફેસ્ટિવલ’, કોર્પોરેટ બોન્ડ્સમાં રિટેલરોની ભાગીદારી વિકસાવવા આયોજન

ગ્રેટ ઇન્ડિયન બોન્ડ ફેસ્ટિવલ ગ્રીપ ઇન્વેસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ 31 ઓગસ્ટ સુધી ચાલનારો છે. ભારતીય કોર્પોરેટ બોન્ડ્સનું માર્કેટ 59 લાખ કરોડનું હોવાનું મનાય છે.

KuberaNow
desk@kuberanowPublished On : 20 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
ગ્રેટ ઇન્ડિયન બોન્ડ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને તેની સાથે જોડવાનો છે. કોર્પોરેટ બોન્ડ્સની સમજ આપવાનો છે અને તેમા રિટેલ ભાગીદારી વધારવાનો છે.
AI Generated

મુંબઈઃ આજના યુગમાં સૌથી મોટી તકલીફ હોય તો તે નિશ્ચિત આવકની છે. તમે બેઠેલા રહો અને આવક આવતી રહે તે આજના યુગમાં જરૂરી છે. જ્યારે હકીકત એ છે કે નોકરીથી લઈને બધુ જ અનિશ્ચિત છે. ખાનગીકરણના આ યુગમાં નોકરી ક્યારે કેટલો સમય રહે તે નક્કી નથી. આ સંજોગોમાં દરેક જણ આવકનો નિશ્ચિત પ્રવાહ ઇચ્છે છે, કોર્પોરેટ બોન્ડ સામાન્ય લોકોની આ જરૂરિયાતને સંતોષે છે. રિટેલ રોકાણકારોની આ જ જરૂરિયાતને સંતોષવા માટે ગ્રીપ ઇન્વેસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે ગ્રેટ ઇન્ડિયન બોન્ડ ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલ 18થી 31 ઓગસ્ટ સુધી ચાલનારો છે. ભારતીય કોર્પોરેટ બોન્ડ્સનું માર્કેટ 59 લાખ કરોડનું હોવાનું માનવામાં આવે છે.


આ યોજનાનો મુખ્ય હેતુ કોર્પોરેટ બોન્ડ્સને સામાન્ય લોકો સાથે જોડવાનો છે. સામાન્ય લોકોમાં કોર્પોરેટ બોન્ડ અંગે વિસ્તૃત સમજ આપવાનો છે. આ ફેસ્ટિવલ દરમિયાન રોકાણકારોને આકર્ષક અને ફિક્સ્ડ ઇન્કમ રોકાણ વિકલ્પો પૂરા પાડવામાં આવી રહ્યા છે. ભારતીય કોર્પોરેટ બોન્ડ માર્કેટની જો કોઈ ખામી હોય તો તેમા શેરબજારના શેરોની તુલનાએ તરલતાનું પ્રમાણ ઘણું ઓછું છે તે છે. તેનું દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ અત્યંત ઓછું છે. તેથી રિટેલરોની ભાગીદારીમાં વધારો કરવા માટે દેશના સૌપ્રથમ બોન્ડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, એમ ગ્રિપ ઇન્વેસ્ટના સીઇઓ વૈભવ લઢ્ઢાએ જણાવ્યું હતું.


તેમણે ઉમેર્યુ હતું કે કોર્પોરેટ બોન્ડ લિસ્ટેડ છે અને ટ્રેડેબલ છે, પરંતુ આ બજારમાં હજી ઇક્વિટી જેવી ટ્રેડિંગ ડેપ્થ નથી કે વોલ્યુમ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે લોઅર લિક્વિડિટીનો અર્થ એવો થતો નથી કે બોન્ડ્સને મેચ્યોરિટી પહેલા જ વેચી ન શકો.  કોર્પોરેટ બોન્ડ માર્કેટ હવે વ્યાપક પ્રમાણમાં રિટેલ ભાગીદારી ઇચ્છી રહ્યું છે. આ માટે તે અત્યંત નીચા મૂલ્યના બોન્ડ લઈને બજારમાં આવે છે. કોર્પોરેટ બોન્ડ્સ અંગે સંકળાયેલા જોખમ અંગે તેમણે જણાવ્યું હતું કે તે વાત સમજી લેવી જોઈએ કે ઊંચું વળતર મળતું હોય તો તેની સાથે ઊંચું જોખમ પણ જોડાયેલું જ હોય છે.


જ્યારે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (NSDL)ના ચીફ બિઝનેસ ઓફિસર (સીબીઓ) સમીર પાટિલે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ્સમાં રિટેલ માંગમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. બોન્ડ પ્લેટફોર્મના લીધે ડીમેટ ખાતાની માંગમાં વૃદ્ધિ જોવા મળી છે. લોકો આજે એફડી કરતાં કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણને આકર્ષક વિકલ્પ માને છે. તેની સામે કોર્પોરેટ બોન્ડ્સે પણ રિટેલ ભાગીદારી વધારવા માટે નીચા ભાવે બોન્ડ ઓફર કરવા માંડ્યા છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM