KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude Oil Prices : પશ્ચિમ એશિયામાં યુદ્ધ વકરતાં બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરને પાર

Crude Oil Prices : અમેરિકા-ઈરાનના સામ-સામા હુમલાથી ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાય તેવી આશંકાથી ક્રૂડ ઓઈલમાં તેજી

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Crude Oil Price
ક્રૂડ ઓઈલના ભાવે 100 ડોલર પર મજબૂતી જાળવી રાખી AI GENERATED IMAGE

Crude Oil Prices : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ વકર્યું છે. બંને દેશોએ હોર્મુઝની ખાડીમાં એકબીજાના યુદ્ધ જહાજો પર હુમલા શરૂ કર્યા છે. પરિણઆમે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ જવાની ચિંતા વધી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલે પ્રતિ બેરલ 100 ડોલરની સપાટી વટાવતા ગુરુવારે ક્રૂડ ઓઈલના ભાવે 100 ડોલર પર મજબૂતી જાળવી રાખી હતી. ટ્રેડર્સનું માનવું છે કે હોર્મુઝની ખાડીમાં યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.


યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ 0.5 ટકા વધીને પ્રતિ બેરલ 96.55 ડોલર થયો

અમેરિકા અને ઈરાને છ મહિનાથી વધુ સમયથી ચાલતા યુદ્ધમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં પહેલી વખત એકબીજાના ઓઈલ ટેન્કરો તથા યુદ્ધ જહાજો પર હુમલા વધાર્યા છે. આ હુમલાઓના પગલે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.1 ટકા વધીને 101.34 ડોલર પ્રતિ બેરલ થયો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ 0.5 ટકા વધીને પ્રતિ બેરલ 96.55 ડોલર થયો હતો.


અમેરિકાના કોઈપણ હુમલાનો વધુ આક્રમક્તાથી જવાબ અપાશે : ઈરાન

ઈરાને જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાનના પાંચ ઓઈલ ટેન્કરો ડૂબાડ્યા પછી હોર્મુઝની ખાડી નજીક તેણે અમેરિકાના 10 જહાજો પર મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું હતું કે, અમેરિકાના કોઈપણ હુમલાનો વધુ આક્રમક્તાથી જવાબ આપવામાં આવશે. ઈરાને હોર્મુઝની ખાડીમાંઅમેરિકન જહાજો ઉપરાંત જોર્ડન, કુવૈત અને બહરીનમાં પણ અમેરિકન બેઝને નિશાન બનાવ્યા હતા.


નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈરાનના સામસામા હુમલાઓના કારણે પર્શિયન ગલ્ફમાંથી ઓઈલનો સપ્લાય નજીકના સમયમાં ખોરવાયેલો રહી શકે છે. હાલમાં વૈશ્વિક ઓઈલ અને ગેસ સપ્લાયના પાંચમા સૌથી મોટા જળમાર્ગ હોર્મુઝની ખાડીમાં ઓઈલનો પુરવઠો યુદ્ધ પહેલાંની સ્થિતિની સરખામણીમાં ઘણો ઓછો રહ્યો છે.


આગામી વર્ષે પણ ઓઈલના ભાવમાં તેજીની સંભાવના

અમેરિકન એનર્જી ઈન્ફર્મેશને તેની ઓઈલના ભાવની આગાહીમાં આ વર્ષ અને આગામી વર્ષ માટે ભાવમાં વધારાની સંભાવના વ્યક્ત કરી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે દુનિયાભરના દેશોનો ક્રૂડ ઓઈલનો રિઝર્વ જથ્થો ખાલી થઈ રહ્યો છે. બીજીબાજુ નવા જથ્થાના આગમનનું પ્રમાણ ઘટી રહ્યું છે. અમેરિકા અને ઈરાન યુદ્ધ લંબાવાથી ઓઈલ સપ્લાયની સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. બીજીબાજુ વ્હાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારોએ ઈરાન સામેનું યુદ્ધ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી લંબાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી હોવાથી વૈશ્વિક સ્તરે રોકાણકારોમાં ચિંતા વધી છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM