KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Behari Lal Engineeringના રોકાણકારોને થયો 78% ફાયદો

Behari Lal Engineeringના IPOમાં જે રોકાણકારોને શેર લાગ્યા હશે, તેમને 78 ટકા જેટલો તગડો નફો થયો છે. લિસ્ટિંગ બાદ પણ આ કંપનીના શેર્સમાં તેજી જળવાઈ છે.

KuberaNow
desk@kuberanowPublished On : 20 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
Behari Lal Engineering

પંજાબ સ્થિત Behari Lal Engineeringના રોકાણકારોને જબરજસ્ત ફાયદો થયો છે. ₹285ના ભાવે ઓફર થયેલો શેર 20 ઓગસ્ટે ₹508ના ભાવે પહોંચી ગયો છે, જેના લીધે રોકાણકારોને 78 ટકા નફો મળ્યો છે. 19 ઓગસ્ટે લિસ્ટિંગના દિવસે તેનો શેર BSE પર ₹537.35ની ટોચે પહોંચી ગયો હતો. તેનું લિસ્ટિંગ 465ના ભાવે થયું હતું.


₹302 કરોડનો IPO લાવનારી Behari Lal Engineering મુખ્યત્ત્વે ઈન્ટીગ્રેટેડ આયર્ન અને સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની છે અને ખાસ તો કસ્ટમાઈઝ્ડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સમાં સ્પેશિયલાઈઝેશન ધરાવે છે. કંપનીનો શેર તેના IPO ભાવ કરતાં 63.2 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો હતો અને રોકાણકારોને જબરજસ્ત ફાયદો કરાવ્યો હતો. 19 ઓગસ્ટે કંપનીનો શેર NSE પર ₹537 જ્યારે BSE પર ₹537.35એ પહોંચી ગયો હતો. 20 ઓગસ્ટે પણ તેમાં તેજી જળવાઈ હતી અને લિસ્ટિંગ દિવસના બંધ ભાવ કરતાં ₹6.15ની વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.


NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, આ કાઉન્ટરમાં કૂલ 376.18 લાખ શેર્સમાં સોદા પડ્યા હતા જ્યારે BSE પર 29.68 લાખ શેર્સમાં સોદા થયા હતા. પ્રથમ દિવસે કુલ ટર્નઓવર (BSE+NSE) ₹2,030.9 કરોડ નોંધાયું હતું.

19 ઓગસ્ટના બંધ ભાવ પ્રમાણે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ₹2,125.91 કરોડ હતું, જે 20 ઓગસ્ટે વધીને ₹2,142.83 કરોડે પહોંચી ગયું હતું.


સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, Behari Lal Engineeringએ IPOમાં કૂલ 74,12,769 ઈક્વિટી શેર્સ ઓફર કર્યા હતા, જેની સામે કંપનીને 80,38,30,040 ઈક્વિટી શેર્સની બિડ મળી હતી.


ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 165.33 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું જ્યારે રિટેલ કેટેગરી 53.27 ગણી ભરાઈ હતી. નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરી 165.32 ગણી ભરાઈ હતી.

Behari Lal Engineeringના શેર્સ ખરીદવા માટે નાના રોકાણકારોથી લઈને મોટા ગજાના રોકાણકારોએ પણ જબરજસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે.


360 One Mutual Fundએ ₹14.36 કરોડમાં 3 લાખ શેર્સ ખરીદ્યા છે જ્યારે KIFS Enterprisesએ 2.61 લાખ શેર્સ માટે ₹13.62 કરોડ ચૂકવ્યા છે. સંજય પોપટલાલ જૈને 3 લાખ શેર્સ ખરીદવા માટે ₹14.36 કરોડ ચૂકવ્યા છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM