KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NSE Share price: ₹1878 ઓલ ટાઈમ હાઈ, લિસ્ટિંગ બાદ 5 ટકા સુધી ગયો

હાલમાં NSE રૂ. 1867 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં રૂ. 91.70 અથવા 5.14% વધારે છે

KuberaNow
desk@kuberanowPublished On : 24 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
NSE IPO
NSE IPOAI Generated Image

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાના IPOની રૂ. 1,785ની ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ લગભગ 1%ના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. ત્યાર બાદ શેરમાં વધુ વધારો જોવા મળ્યો છે અને હાલમાં તે રૂ. 1,876.70 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં રૂ. 91.70 અથવા 5.14% વધારે છે. IPO BSE પર ડેબ્યૂ થયા બાદ રૂ. 1,878 ઓલ ટાઈમ હાઈ ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના IPO માટે મજબૂત માંગ જોવા મળી હોવા છતાં, ગુરુવારે દલાલ સ્ટ્રીટ પર તેનું લિસ્ટિંગ સાધારણ રહ્યું હતું. NSEના IPOનું લિસ્ટિંગ આજે, 24 સપ્ટેમ્બરના રોજ થયું હતું અને દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જના શેર તેના હરીફ એક્સચેન્જ BSE પર લિસ્ટ થયા છે.


NSEના શેર BSE પર શેર દીઠ રૂ.1785 નાં ભાવ સામે રૂ. 1800ના ભાવે લિસ્ટ થયા છે, જે શેર દીઠ રૂ. 1785ની ઈશ્યુ પ્રાઈસ (નિર્ધારિત ભાવ) કરતા 0.84% વધુ (પ્રીમિયમ) હતા. ભારે ચર્ચામાં રહેલો NSEનો IPO 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન ખુલ્લો હતો અને તેને 5.71 ગણો પ્રતિસાદ (સબ્સ્ક્રિપ્શન) મળ્યો હતો. આ દરમિયાન રૂ. 22568.94 કરોડના ઈશ્યુ કદ સામે કુલ રૂ. 90287.33 કરોડની બિડ્સ મળી હતી. NSEના IPOમાં રોકાણકારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે NSEનું મજબૂત બિઝનેસ મોડલ, Nifty Indexની લોકપ્રિયતા અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની ભૂમિકાને કારણે રોકાણકારોમાં રસ જોવા મળ્યો હતો. આ IPO સંપૂર્ણપણે Offer For Sale (OFS) છે. એટલે કે કંપની નવા શેર જારી કરીને નાણાં એકત્ર કરી રહી નથી, પરંતુ હાલના શેરધારકો પોતાનો હિસ્સો વેચી રહ્યા છે.


₹1,785ના અપર પ્રાઇસ બેન્ડના આધારે NSEનું વેલ્યુએશન આશરે ₹4.42 લાખ કરોડ થાય છે. આ વેલ્યુએશન સાથે NSE વિશ્વના મોટા લિસ્ટેડ એક્સચેન્જમાં સ્થાન મેળવી શકે છે. કંપનીનું આવક મોડલ ટ્રેડિંગ ફી, લિસ્ટિંગ સર્વિસ, ઇન્ડેક્સ બિઝનેસ અને માર્કેટ ડેટા સર્વિસ જેવી વિવિધ સેવાઓ પર આધારિત છે. NSEનો IPO ભારતીય કેપિટલ માર્કેટના ઇતિહાસમાં સૌથી મોટા પબ્લિક ઇશ્યૂમાં સામેલ છે. હવે 24 સપ્ટેમ્બરના લિસ્ટિંગથી સ્પષ્ટ થશે કે રોકાણકારો NSEને કયા વેલ્યુએશન પર સ્વીકાર કરે છે.



આ પણ વાંચો: ભારતીય બ્રોકિંગ સેક્ટર પર વૈશ્વિક બ્રોકરેજીસની નજર, NSE-BSE સહિત કંપનીઓને આપ્યું રેટિંગ


આ પણ જુઓ:


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM