KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

UPI MDR : પેટ્રોલિયમ ડીલર એસોસિએશનની પેટ્રોલ પંપો માટે UPI પેમેન્ટ પર MDRમાંથી મુક્તિની માગ

રિટેલ પેટ્રોલ પંપોનું ઈંધણના વેચાણ પરનું માર્જિન ખૂબ જ પાતળું હોવાથી નજીવા ચાર્જથી પણ તેમની આવક પર મોટી વિપરિત અસર થશે : પેટ્રોલિયમ એસોસિએશન

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Petrol Pump UPI Payment
AI Generated Image

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાનો ચાર્જ નાંખવાના પગલાંનો બીજા જ દિવસથી દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વિપક્ષે UPI પેમેન્ટ પર MDRને વેપારીઓ પર મોટો કરબોજ ગણાવ્યો છે. ત્યારે ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને કેન્દ્ર સરકારને રૂ. 2,000થી વધુના પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર MDRમાંથી પેટ્રોલ પંપોને સંપૂર્ણ મુક્તિ આપવા માગ કરી છે. એસોસિએશને જણાવ્યું કે, યુપીઆઈ પેમેન્ટ્સ પર ચાર્જથી ડીલરના અર્નિંગ્સનું સીધું ધોવાણ થશે. ડિલરનું અર્નિંગ ટ્રાન્ઝેક્શન વેલ્યુના બદલે ફિક્સ માર્જન પર કામ કરે છે. એસોસિએશનના પ્રમુખ અજય બંસલે નાણામંત્રાલયને પત્ર લખીનેપેમેન્ટ પ્રોસેસિંગ ખર્ચ પર દખલ કરવા વિનંતી કરી છે.


તેમણે પત્રમાં જણઆવ્યું છે કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ડીલરનું માર્જિન નક્કી કરતી હોય છે અને તે ટ્રાન્ઝેક્શન વેલ્યુના ટકાવારી તરીકે નહીં પરંતુ પ્રતિ લીટરના ધોરણે નક્કી થાય છે. આથી ડીલર્સ પાસે ટ્રાન્ઝેક્શન વેલ્યુના પ્રમાણમાં તેમની આવક વધારવાનું કોઈ મિકેનિઝમ નથી.



પેટ્રોલ પંપો પર રૂ. 5નો ફિક્સ ચાર્જ પણ નાણાકીય બોજ વધારશે

એસોસિએશને નોંધ્યું હતું કે, ડિલર્સના કમિશનમાં ઓક્ટોબર 2017 બાદથી કોઈ વધારો કરાયો નથી. બીજીબાજુ વીજળી, પગાર અને નિયમનકારી અનુપાલન જેવા કાર્યકારી ખર્ચાઓમાં સ્થિરતાપૂર્વક વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહેવા છતાં કમિશનમાં વધારા મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી અને ડીલર્સે ખૂબ જ પાતળી આવક પર કામ કરવું પડી રહ્યું છે.


પત્રમાં વધુમાં જણાવાયું છે કે રૂ. 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 5ના ફિક્સ ચાર્જથી પણ ડિલરની આવક પર વ્યાપક સ્તરે ઘણી મોટી અસર પડે છે. પેટ્રોલ પંપોએ દૈનિક ધોરણે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન્સ કરવા પડે છે અને હજારો ટ્રાન્ઝેક્શન્સ પર નાનો ચાર્જ પણ ડિલરો પર મોટો નાણાકીય બોજ બની રહેશે. વધુમાં 0.4 ટકા સુધીનો ટકાવારી આધારિત MDR પણ પેટ્રોલિયમ રીટેલિંગના અર્થતંત્રમાં ઘણો અપ્રમાણસર ગણાશે.


પેટ્રોલ પંપો UPI પેમેન્ટથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી શકે : એસોસિએશનની ચેતવણી

ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને નોંધ્યું કે, પેમેન્ટ ચૂકવણીની પદ્ધતિ ઈંધણના ટ્રાન્ઝેક્શનમાં કોઈ ફેરફાર કરતી નથી. એસોસિએશને એ બાબત પર ભાર મૂક્યો હતો કે ભૂતકાળમાં એવા દાખલાઓ છે, જેમાં સરકારે ઈંધણ વ્યવહારોની વિશિષ્ટ પ્રકૃતિને સ્વીકારી છે અને કાર્ડ દ્વારા થતા પેમેન્ટ પર છૂટછાટ આપી હતી. આ સિદ્ધાંત પર ડિલરોને UPI પેમેન્ટમાં પણ મુક્તિ મળવી જોઈએ. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે UPI પેમેન્ટ પર MDR જેવા ચાર્જથી અનિચ્છિત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં ડિલર્સ તેમનું અત્યંત પાતળું માર્જિન જાળવવા માટે રૂ. 2,000થી વધુના પેમેન્ટ પર UPI મારફત પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી શકે છે. સરકારનું આ પગલું ડિજિટલ પેમેન્ટ્સ, પારદર્શિતા અને સરળ નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવાના સરકારના વ્યાપક હેતુઓથી વિરુદ્ધ છે.


પેટ્રોલ પંપોને MDRમાંથી રાહત આપવાની વિનંતી કરતા એસોસિએશને કેન્દ્ર સરકારને રિટેલ આઉટલેટ્સ પર બધા જ UPI પેમેન્ટ્સ પર MDR અને તેના સંબંધિત બધી જ ટ્રાન્ઝેક્શન્સ ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા વિનંતી કરી છે. પત્રમાં એવી પણ માગ કરાઈ છે કે સામાન્ય મર્યાદા યથાવત્ રાખવામાં આવે તો પેટ્રોલ પંપોના સંચાલનની આર્થિક વ્યવહારુતા જાળવી શકાય તે માટે રિટેલ પેટ્રોલ પંપોને રૂ. 2,000થી વધુના UPI પેમેન્ટ્સ પર ટકાવારી આધારિત MDR અને પ્રતિ ટ્રાન્ઝેક્શન ફિક્સ ચાર્જીસ બંનેમાંથી વિશેષ રાહત આપવી જોઈએ.


પત્રમાં જણાવાયું છે કે પેટ્રોલ પંપો પર ઈંધણ પૂરાવવામાં ડિજિટલ પેમેન્ટ્સે ગ્રાહકોની સુવિધા વધારી છે, ટ્રાન્ઝેક્શન પાદર્શિતા વધારી છે અને ઓપરેશન કાર્યક્ષમતા પણ વધી છે. તેથી પેટ્રોલિયમ ડિલર્સને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે નાણાકીય રીતે દંડીત કરવા જોઈએ નહીં.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM