KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Petrol-Diesel Export : પેટ્રોલ-ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટીમાં મૂકાયો કાપ, લોકોને લાભ મળશે કે નહીં?

નાણાં મંત્રાલયે પેટ્રોલ પર 1 રૂપિયા અને ડીઝલ પર સીધા જ 20 રૂપિયા, એટીએફ પર 15 રૂપિયા એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી

KuberaNow
desk@kuberanowPublished On : 17 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Petrl Deisel Export
AI Generated Image

કેન્દ્ર સરકારે આગામી પખવાડિયા એટલે કે 15 દિવસ માટે પેટ્રોલ, ડીઝલ અને ATF પર લાગતી એક્સપોર્ટ ડ્યુટીના નવા દર જાહેર કર્યા છે. નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગે આ અંગે ત્રણ અલગ અલગ નોટિફિકેશન જાહેર કર્યા છે, જેમાં આ ઈંધણો પર લાગનારા ચાર્જમાં કાપ મૂકાયો હોવાની જાહેરાત કરી છે. જોકે, આ કાપ સાથે સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહત મળવાની શક્યતા નહીવત છે.


પેટ્રોલ-ડીઝલ પર પણ મળી રાહત, ATFની કિંમત પર પણ અસર

પેટ્રોલ પર લાગતી એક્સપોર્ટ ડ્યુટી ઘટાડીને હવે પ્રતિ લીટર રૂ. 0.5 કરી દેવાઈ છે, જે અગાઉ પ્રતિ લીટર રૂ. 1.5 હતી. તેમાં સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી 0.5 રૂપિયા સુધી કરાઈ છે જ્યારે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) શૂન્ય રખાઈ છે. ડીઝલ પર લાગનારી એક્સપોર્ટ ડ્યુટી પણ ઘટાડીને પ્રતિ લીટર રૂ. 20 કરાઈ છે, જે પહેલા પ્રતિ લીટર રૂ. 25 હતી. તેમાં SAED 20 રૂપિયા પ્રતિ લીટર નિશ્ચિત કરાઈ હતી જ્યારે RIC ડીઝલમાં પણ શૂન્ય કરાઈ છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એટલે કે ATF પર લાગતી ડ્યુટી ઘટાડીને પ્રતિ લીટર રૂ. 15 કરાઈ છે, જે પહેલાં પ્રતિ લીટર રૂ. 19 પ્રતિ લીટર હતી.


સેન્ટ્રલ એક્સાઈઝ કાયદા, 1944ની કલમ 5એ અને નાણાં કાયદા, 2002ની કલમ 147 હેઠળ કેન્દ્ર સરકારને મળેલી સત્તાઓનો ઉપયોગ કરતા એક્સપોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરાયો છે. પેટ્રોલ અને ડીઝલ સાથે સંકળાયેલો સુધારો મૂળ નોટિફિકેશન નં.-06/2026 સેન્ટ્રલ એક્સાઈઝમાં કરાયા છે, જે માર્ચ 2026માં જાહેર કરાયું હતું. બીજીબાજુ ATF સાથે સંકળાયેલ સુધારો મૂળ નોટિફિકેશન નં.-08/2026 સેન્ટ્રલ એક્સાઈઝમાં કરાયો છે. આ સિવાય એક ત્રીજું નોટિફિકેશન 11-2026-સેન્ટ્રલ એક્સાઈઝમાં પણ સુધારો કરાયો છે, જેના હેઠળ નિશ્ચિત શ્રેણી પર લાગનાર દરને શૂન્ય કરી દેવાયો છે.


આ ત્રણે નોટિફિકેશનમાં સ્પષ્ટ કહેવાયું છે કે આ સુધારો રાજપત્રમાં પ્રકાશનની તારીખથી જ અમલી થઈ જશે. એટલે કે 16 સપ્ટેમ્બરથી નવા દર લાગુ થઈ ગયા છે. આ બધા નોટિફિકેશન પર નાણામંત્રાલયના અધિકારી ધીરજ શર્માના હસ્તાક્ષર છે. જોકે, આ મૂળ નોટિફિકેશન્સ પહેલા 1, સ્ટેમ્બર 2026ના રોજ સુધારો કરાયો હતો. પેટ્રોલ, ડીઝલ, ગેસ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કાપથી મોટાભાગે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ ડીલરોને વધુ ફાયદો થઈ શકે તેમ છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM