KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

JioHotstar, Netflix અને Prime Video: જાણો OTT પ્લેટફોર્મની કમાણીનું ગણિત

ભારતમાં OTT માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને JioHotstar, Netflix તથા Amazon Prime Video જેવા મેઈનસ્ટ્રીમ પ્લેટફોર્મ મનોરંજન સેવાઓ આપી કરોડોની કમાણી કરી રહ્યા છે.

KuberaNow
desk@kuberanowPublished On : 19 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
OTT Platform
ગ્રાહકોને ઘરે બેઠા મનોરંજન, કંપનીઓને કરોડોની કમાણીAI Generated Image


મનોરંજન માટે અગાઉ ફિલ્મ જોવા થિયેટરમાં જતા હતા. આજે 5Gનાં જમાનામાં OTT પ્લેટફોર્મની સુવિધા સરળતાથી મળતા લોકો મનોરંજન માટે ફિલ્મ જોવા થિયેટર જવાનાં બદલે ઘરે બેઠાં TV અથવા મોબાઈલ જેવા ડિજીટલ ડિવાઈસ પર ફિલ્મ જોવાનું પસંદ કરવા લાગ્યા. OTT બિઝનેસને જોરદાર સફળતા મળતાં આજે ફિલ્મ ઉપરાંત, વેબ સિરિઝ, સ્પોર્ટ્સ (ક્રિકેટ, ફૂટબોલ સહિતની મેચ), ડૉક્યુમેન્ટરી સહિતનું કન્ટેન્ટ ઉપલબ્ધ છે. OTTનું બિઝનેસ મોડલ મુખ્યત્વે સબ્સ્ક્રિપ્શન, જાહેરાત અને કન્ટેન્ટ પાર્ટનરશિપ પર આધારિત છે. ભારતમાં OTT માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને JioHotstar, Netflix તથા Amazon Prime Video જેવા મેઈનસ્ટ્રીમ પ્લેટફોર્મ મનોરંજન સાથે કરોડોની કમાણી કરી રહ્યા છે.


JioHotstarનું મોડલ


14 ફેબ્રુઆરી 2025ના રોજ JioCinema અને Disney+ Hotstarના સંયોજનથી JioHotstar લોન્ચ થયું. શરૂઆતથી જ તેનું સૌથી મોટું હથિયાર ક્રિકેટ અને લાઇવ સ્પોર્ટ્સ રહ્યું છે. 2025ની IPL સિઝનમાં JioHotstarની રીચ 652 મિલિયન દર્શકો સુધી પહોંચી હતી અને પ્લેટફોર્મ પર 280 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા.


JioHotstar ફ્રીમિયમ અને હાઇબ્રિડ મોડલ અપનાવે છે. ફ્રી કન્ટેન્ટથી યુઝર્સને આકર્ષવામાં આવે છે અને જાહેરાતો દ્વારા કમાણી થાય છે. બીજી તરફ પ્રીમિયમ કન્ટેન્ટ, એડ-ફ્રી અનુભવ અને વધુ ડિવાઇસ એક્સેસ માટે સબ્સ્ક્રિપ્શન લેવામાં આવે છે. FY2024-25ના બજારના અંદાજ મુજબ JioHotstarની આવક આશરે ₹8,835 કરોડ હતી, જેમાં જાહેરાતોનો હિસ્સો સબ્સ્ક્રિપ્શન કરતાં મોટો હતો. એડવર્ટાઈઝમેન્ટમાંથી ઊભી થતી આવક 7530 કરોડ, સબસ્ક્રીપ્શન આવક 1305 કરોડ હતી.


Netflixનું કમાણીનું મોડલ


Netflixએ ભારત સહિત 130થી વધુ નવા દેશોમાં પોતાની સ્ટ્રીમિંગ સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં Netflixનો ફોકસ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય અને પ્રીમિયમ કન્ટેન્ટ પર હતો. પરંતુ ભારતના ભાવ-સંવેદનશીલ બજારને ધ્યાનમાં રાખીને કંપનીએ ધીમે-ધીમે ભારતીય ફિલ્મો, વેબ સિરીઝ અને સ્થાનિક ભાષાના કન્ટેન્ટમાં રોકાણ વધાર્યું. Netflixનું મોડલ મુખ્યત્વે Subscription Video on Demand (SVOD) પર આધારિત છે. Netflix ભારતમાં બજારનાં અંદાજીત આંકડા મુજબ પ્રીમિયમ કન્ટેન્ટ અને સબ્સ્ક્રિપ્શન દ્વારા આવક મેળવે છે. FY2024-25માં Netflix Indiaની આવક ₹2900 કરોડ રહી. Netflixનું ફોકસ વધુ કિંમત ચૂકવવા તૈયાર એવા પ્રીમિયમ યુઝર્સ પર છે. બજારનાં અંદાજ મુજબ ભારતમાં તેના આશરે 20-22 મિલિયન યુઝર્સ છે. ભારતમાં Netflixની એન્ટ્રી જાન્યુઆરી 2016માં થઈ હતી. Netflix માટે ભારતમાં મોટો વળાંક ‘Sacred Games’ જેવા ભારતીય ઓરિજિનલ કન્ટેન્ટથી આવ્યો. 2018માં ‘Sacred Games’ અને ‘Love per Square Foot’ Netflixના ભારતમાં શરૂઆતના ઓરિજિનલ ટાઇટલ્સમાં સામેલ હતા.


Amazon Prime Videoનું મોડલ


Amazon Prime માત્ર OTT સબ્સ્ક્રિપ્શનથી નહીં, પરંતુ સમગ્ર Prime ઇકોસિસ્ટમમાંથી ઓડિયન્સને આકર્ષે છે. Prime Videoમાં હવે જાહેરાતો પણ શરૂ કરી દેવાઈ છે, જ્યારે એડ-ફ્રી વિકલ્પ માટે વધારાની ફી લેવામાં આવે છે. ઈન્ડસ્ટ્રી ડેટાનાં અંદાજ મુજબ FY 2024-25માં Amazon Seller Servicesની કુલ આવક આશરે ₹30,539 કરોડ, ઓપરેશન આવક ₹30,138.6 કરોડ હતી.


OTTનું બિઝનેસ મોડલ


TVOD (Transactional Video On Demand): યુઝર્સ કોઈ ચોક્કસ ફિલ્મ કે વેબ સિરીઝ રેન્ટ અથવા ખરીદી કરીને જુએ છે. જે તે કન્ટેન્ટ માટે તે અલગથી પૈસાની ચૂકવણી કરે છે.


SVOD (Subscription Video On Demand): યુઝર્સ માસિક અથવા વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લઈને પ્લેટફોર્મનું મનપસંદ કન્ટેન્ટ જોઈ શકે છે. આ OTT કંપનીઓની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એટલે જેટલો સમય કન્ટેન્ટ જોવું છે તેટલા જ પૈસા ચૂકવો.


AVOD (Advertising Video On Demand): અહીં કન્ટેન્ટ મફતમાં મળે છે, જેના માટે તમારે કોઈ પૈસા ચૂકવવાનાં થતા નથી. પરંતુ વીડિયો દરમિયાન જાહેરાતો બતાવવામાં આવે છે જે સ્કિપ કરી શકાતી નથી. OTT પ્લેટફોર્મ એડવર્ટાઈઝમેન્ટ કંપની પાસેથી કમાણી કરે છે.


મલ્ટી-સ્ક્રીન મોડલ (Multi-screen Model): પ્રીમિયમ પ્લાનમાં યુઝર્સ મોબાઇલ ઉપરાંત સ્માર્ટ ટીવી, લેપટોપ અને ટેબલેટ જેવા અનેક ડિવાઇસ પર કન્ટેન્ટ જોઈ શકે છે. આવા પ્લાન સામાન્ય રીતે મોંઘા હોય છે.


આ ઉપરાંત OTT પ્લેટફોર્મ ડાયરેક્ટ એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડ પાર્ટનરશિપ અને પ્રી-રોલ, મિડ-રોલ, બેનર, ન્યૂઝપેપર, ડિજીટલ, TV ચેનલ, હોર્ડિંગ્સ દ્વારા પણ કમાણી કરે છે.


Telecom અને Broadband કંપનીઓ સાથે ભાગીદારી


OTT પ્લેટફોર્મ ટેલિકોમ અને બ્રોડબેન્ડ કંપનીઓ સાથે ભાગીદારી કરીને પણ આવક ઊભી કરે છે. જેને બંડલિંગ (Bundling) તરીકે ઓળખવામાં આવે છે. જેમકે, ટેલિકોમ કંપની મોબાઇલ રિચાર્જ/બ્રોડબેન્ડ પ્લાન સાથે OTT સબ્સ્ક્રિપ્શનની સુવિધા આપે છે. ગ્રાહકને એક જ પ્લાનમાં બધી સેવાઓ મળે છે. OTT ટેલિકોમ કંપનીનાંગ્રાહકો પર આધાર રાખતી હોવાતી કોમર્શિયલ એગ્રિમેન્ટ પણ કરવામાં આવે છે. આ રીતે, ગ્રાહકના સબ્સ્ક્રિપ્શનની આવક દ્વારા OTT કમાણી કરતી હોય છે.


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM