KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય રેલવેનો મેગા પ્રોજેક્ટ, BHEL-Titagarh બનાવશે 80 હાઈસ્પીડ ટ્રેન

₹24,000 કરોડના વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ હેઠળ BHEL અને Titagarh Rail Systems 80 ટ્રેન સેટ બનાવશે અને તેની 35 વર્ષ સુધી જાળવણી કરશે.

KuberaNow
desk@kuberanowPublished On : 18 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
vande bharat
BHEL-Titagarh બનાવશે 80 હાઈસ્પીડ ટ્રેનAI Generated Image

ભારતીય રેલવેના વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. BHEL અને Titagarh Rail Systems Limited (TRSL) મળીને 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના નિર્માણ સાથે તેમની 35 વર્ષ સુધી જાળવણી માટે Joint Venture બનાવશે. આ ભાગીદારી ₹24,000 કરોડના મોટા પ્રોજેક્ટનો ભાગ છે.


15 સપ્ટેમ્બર 2026ના રોજ બંને કંપનીઓએ Joint Venture Agreement પર હસ્તાક્ષર કર્યા છે. નવી કંપની દ્વારા તૈયાર કરવામાં આવનારા 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના લાંબા ગાળાના મેન્ટેનન્સ અને સપોર્ટની જવાબદારી સંભાળવામાં આવશે.


50:50 ભાગીદારીથી બનશે Joint Venture

નવા Joint Ventureમાં BHEL અને Titagarh Rail Systemsની સમાન 50-50% ભાગીદારી રહેશે. આ કંપનીનું મુખ્ય કામ ટ્રેન સેટની જાળવણી, ઓપરેશનલ તૈયારી અને વિશ્વસનીયતા જાળવવાનું રહેશે.


₹24,000 કરોડના પ્રોજેક્ટમાં શું સામેલ છે?

BHEL-Titagarh કન્સોર્ટિયમને મળેલા પ્રોજેક્ટમાં માત્ર ટ્રેન બનાવવાનું જ નહીં પરંતુ લાંબા ગાળાના સપોર્ટની જવાબદારી પણ સામેલ છે.


પ્રોજેક્ટના મુખ્ય ભાગ:-

  • 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટનું નિર્માણ અને સપ્લાય
  • 35 વર્ષ સુધી મેન્ટેનન્સ સેવા
  • ટ્રેન સેટ ડેપોનું અપગ્રેડેશન
  • મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના વિકાસ સાથે જોડાયેલું કામ


35 વર્ષનું મેન્ટેનન્સ કેમ મહત્વપૂર્ણ?

આ પ્રોજેક્ટમાં ટ્રેનના સમગ્ર જીવનચક્રને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન બનાવ્યા બાદ તેની કામગીરી, સુરક્ષા અને નિયમિત જાળવણી માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ પ્રકારની લાંબા ગાળાની મેન્ટેનન્સ વ્યવસ્થાથી રેલવેને ટ્રેનના સંચાલન માટે સતત સપોર્ટ સિસ્ટમ મળશે.


કુલ 260 વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવાની યોજના

ભારતીય રેલવે લાંબા અંતરની મુસાફરી માટે કુલ 260 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટ તૈયાર કરવાની યોજના ધરાવે છે. આ માટે અલગ અલગ કંપનીઓને જવાબદારી આપવામાં આવી છે.


  • BEML: 10 ટ્રેન સેટ
  • ICF ચેન્નાઈ: 50 ટ્રેન સેટ
  • Kinet Railway Solutions (RVNL-TMH): 120 ટ્રેન સેટ
  • Titagarh-BHEL: 80 ટ્રેન સેટ


આ પણ વાંચો : ખાંડ સંગ્રહ નિયમોમાં ફેરફાર, વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 30 દિવસ કરાઈ


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM