KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારતને મળી મંજૂરી, સપ્તાહમાં 6 દિવસ દોડશે

રેલવે મંત્રાલયે સુરતથી ઉદયપુર વચ્ચે નવી Vande Bharat Express ચલાવવાની મંજૂરી આપી છે. ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને મંગળવારે બંધ રહેશે.

KuberaNow
desk@kuberanowPublished On : 1 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Train
સુરત-ઉદયપુર Vande Bharatને લીલી ઝંડી, સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેનAI GENERATED IMAGE

સુરત અને ઉદયપુર વચ્ચે નવી Vande Bharat Express દોડાવવાની રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે. નવી ટ્રેન સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે દોડશે, જ્યારે દર મંગળવારે જાળવણી માટે સેવા બંધ રહેશે. આ ટ્રેનથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના મુસાફરોને રાજસ્થાનના ઉદયપુર સુધી સીધી અને ઝડપી રેલ જોડાણની નવી સુવિધા મળશે.


સુરતથી ઉદયપુરનું સમયપત્રક

ટ્રેન નંબર 26903 સુરત રેલવે સ્ટેશનથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુરથી ટ્રેન નંબર 26904 બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.


કયા સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ?

ટ્રેન માર્ગમાં કુલ 9 સ્ટેશનો પર રોકાશે. ગુજરાતમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર અને શામળાજી ખાતે સ્ટોપેજ રહેશે. રાજસ્થાનમાં ડુંગરપુર અને ઝવેર સ્ટેશનનો સમાવેશ થાય છે.


8 કોચ સાથે દોડશે ટ્રેન

રેલવે બોર્ડના આદેશ મુજબ સુરત-ઉદયપુર Vande Bharat Express 8 કોચ સાથે ચલાવવામાં આવશે.ટ્રેનની મુખ્ય જાળવણી સુરત ખાતે કરવામાં આવશે, જ્યારે વડોદરા અને અસારવા ખાતે પાણી ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.


ટ્રેન ક્યારથી શરૂ થશે?

ટ્રેન ચલાવવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ નિયમિત સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. અહેવાલ મુજબ નવરાત્રિ પહેલાં સેવા શરૂ થવાની શક્યતા છે, જોકે અંતિમ તારીખ માટે રેલવેની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.


અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430


આ પણ વાંચો: ડિફેન્સ ક્ષેત્રમાં FDI નિયમોમાં વધુ છૂટની તૈયારી, 2029 સુધી ₹50,000 કરોડ નિકાસનું લક્ષ્ય

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM