KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

18 ઓક્ટોબરથી સાબરમતી-જમ્મુ તાવી ટ્રેન હવે કટરા સુધી દોડશે

ટ્રેન નં. 19223ને જમ્મુ તાવીથી આગળ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવામાં આવી છે. ગુજરાતથી વૈષ્ણોદેવી જતા મુસાફરોને હવે સીધી રેલ કનેક્ટિવિટી મળશે.

KuberaNow
desk@kuberanowPublished On : 20 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
train
સાબરમતીથી ટ્રેન સેવા કટરા સુધી પહોંચશેAI GENERATED IMAGE

વૈષ્ણોદેવીની યાત્રા કરતા ગુજરાતના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. હાલ સાબરમતીથી જમ્મુ તાવી વચ્ચે દોડતી ટ્રેન નં. 19223ને 18 ઓક્ટોબર 2026થી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવામાં આવશે. આથી મુસાફરોને જમ્મુથી કટરા જવા માટે અલગ ટ્રેન કે રોડ મુસાફરી કરવાની જરૂર નહીં રહે.


સાબરમતીથી દરરોજ 10:25 વાગ્યે ઉપડશે

ટ્રેન નં. 19223 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 18 ઓક્ટોબરથી દરરોજ સવારે 10:25 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 6:55 વાગ્યે કટરા પહોંચશે. પાલનપુર સ્ટેશન પર ટ્રેનનું આગમન બપોરે 1:20 વાગ્યે અને પ્રસ્થાન 1:22 વાગ્યે રહેશે.


પરત ફરતી ટ્રેન 20 ઓક્ટોબરથી

ટ્રેન નં. 19224 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-સાબરમતી એક્સપ્રેસ 20 ઓક્ટોબરથી દરરોજ કટરાથી સવારે 4:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2:05 વાગ્યે સાબરમતી પહોંચશે. ટ્રેનને સાંબા, બારી બ્રાહ્મણ અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનો પર વધારાના સ્ટોપ પણ આપવામાં આવ્યા છે.


અન્ય બે ટ્રેનોના સમયમાં પણ ફેરફાર

ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસના સમયમાં 25 ઓક્ટોબરથી ફેરફાર થશે. નવા સમયપત્રક મુજબ આ ટ્રેન સવારે 6:15 વાગ્યે કટરા પહોંચશે. ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસનું સમયપત્રક પણ 24 ઓક્ટોબરથી બદલાશે.


બુકિંગ 21 ઓગસ્ટથી શરૂ

ટ્રેન નં. 19223 અને 12473 માટે બુકિંગ 21 ઓગસ્ટ 2026થી PRS કાઉન્ટર અને IRCTC મારફતે શરૂ થશે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM