ગુજરાતના રોડ-બ્રિજ પ્રોજેક્ટને મળશે વેગ, ટેન્ડર મંજૂરી હવે 51થી 66 દિવસમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના કામોમાં વહીવટી વિલંબ ઘટાડવા ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે મહત્તમ સમયમર્યાદા નક્કી કરી છે. ટેન્ડરની માન્યતા પણ 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાઈ છે.

રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના બાંધકામ અને માળખાકીય વિકાસના કામોને ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્ડર મંજૂરી પ્રક્રિયામાં સમયમર્યાદા નક્કી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા હવે મહત્તમ 51થી 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ સાથે ટેન્ડરની માન્યતાનો ગાળો પણ 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે.
ટેન્ડર મંજૂરી માટે 51થી 66 દિવસની મર્યાદા
જે ટેન્ડરમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી અને માત્ર Financial Bid હોય છે, તેની ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર મંજૂરી પ્રક્રિયા મહત્તમ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે Technical અને Financial બંને Bid ધરાવતા અને પૂર્વ પાત્રતાની જોગવાઈવાળા ટેન્ડરની ચકાસણી સહિતની સમગ્ર પ્રક્રિયા મહત્તમ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
ટેન્ડરની Validity હવે 90 દિવસ
સરકારે ટેન્ડરની માન્યતા એટલે કે Tender Validityનો ગાળો પણ ઘટાડ્યો છે. અગાઉ 120 દિવસનો ગાળો હતો, જે હવે 90 દિવસ કરવામાં આવ્યો છે. તેનો હેતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામોને ઝડપથી શરૂ કરવાનો છે.
Negotiation માટે પણ નવા નિયમો
નિયમ મુજબ બહોળી પ્રસિદ્ધિ બાદ એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય Negotiation ટાળવાનું રહેશે. જો વાટાઘાટો જરૂરી બને તો તે માત્ર સક્ષમ સત્તાધિકારીના સ્તરે એક જ તબક્કામાં પૂર્ણ કરવાની રહેશે.
નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ ન થાય તો વિલંબના કારણોની નોંધ કરીને સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. અધૂરી દરખાસ્તને કારણે થયેલા વિલંબની જવાબદારી પણ દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની રહેશે.
આ પણ વાંચો : 28 સપ્ટેમ્બરે બેંક હડતાળ, ગ્રાહકોને રાહત આપવા સરકારનો ‘Backup Plan’
આ પણ જુઓ :

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

