KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતના તમામ હેલીપૅડનું દર ત્રણ મહિને થશે નિરીક્ષણ, હંમેશા કાર્યરત રાખવા આદેશ

ગુજરાત સરકારે રાજ્યના તમામ હયાત હેલીપૅડની નિયમિત જાળવણી માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત સ્થળ નિરીક્ષણ કરવું ફરજિયાત રહેશે.

KuberaNow
desk@kuberanowPublished On : 3 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Helipad
હેલીપૅડની સુરક્ષા પર સરકાર કડક, દર ત્રણ મહિને થશે ફરજિયાત તપાસAI GENERATED IMAGE

ગુજરાત સરકારે રાજ્યના તમામ હયાત હેલીપૅડને હંમેશા ઉપયોગ માટે તૈયાર સ્થિતિમાં રાખવા નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર મુજબ હવે દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત સ્થળ નિરીક્ષણ કરવું ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો હેતુ આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને અન્ય જરૂરી હવાઈ અવરજવર દરમિયાન હેલીપૅડનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય તે સુનિશ્ચિત કરવાનો છે.


ખામી જણાય તો તાત્કાલિક મરામત

નિરીક્ષણ દરમિયાન હેલીપૅડમાં કોઈ ખામી કે મરામતની જરૂર જણાય તો કામમાં વિલંબ ન કરવા સૂચના આપવામાં આવી છે. દરેક હેલીપૅડને સંપૂર્ણ ઉપયોગલાયક સ્થિતિમાં રાખવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઇજનેરને સોંપવામાં આવી છે. અધિક્ષક ઇજનેર પોતાના કાર્યક્ષેત્ર હેઠળના હેલીપૅડની સમયાંતરે સમીક્ષા પણ કરશે.


કઈ સુવિધાઓની થશે તપાસ?

જાળવણી દરમિયાન હેલીપૅડની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની સુવિધાઓની સ્થિતિ તપાસવામાં આવશે. જ્યાં જરૂરી હોય ત્યાં નિયમિત મરામત અને જાળવણી કરવાની રહેશે.


પાર્કિંગ અને દબાણ દૂર કરવાના આદેશ

હેલીપૅડ અથવા તેની આસપાસ અનધિકૃત બાંધકામ, દબાણ, સામગ્રીનો સંગ્રહ, વાહનોનું પાર્કિંગ, કચરો અને ઝાડી-ઝાંખરા જેવા અવરોધો ન રહે તેની સતત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલા અને બિનવપરાશી વાહનો પણ હેલીપૅડ વિસ્તારને અવરોધતા હોય તો દૂર કરવાના રહેશે.


કટોકટી સમયે ઝડપી ઉપયોગ પર ભાર

સરકારનો હેતુ રાજ્યના હેલીપૅડને એવી સ્થિતિમાં રાખવાનો છે કે આપત્તિ, તબીબી કટોકટી અથવા રાહત-બચાવ કામગીરી દરમિયાન લાંબી તૈયારી વગર તેનો ઉપયોગ કરી શકાય. નવા દિશા-નિર્દેશથી હેલીપૅડની જાળવણી માટે જવાબદારી અને નિયમિત નિરીક્ષણની વ્યવસ્થા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: હવે દૂધમાંથી બનેલું જ કહેવાશે ‘પનીર’, એનાલોગ પનીર પર દેશવ્યાપી પ્રતિબંધની તૈયારી

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM