KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતના 63 લાખથી વધુ ખેડૂતોને મળશે 'Unique Farmer ID'!

ગુજરાતમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ 63.35 લાખથી વધુ ખેડૂતોએ Farmer Registryમાં નોંધણી કરાવી છે. આ ડિજિટલ ઓળખ દ્વારા ખેડૂતોને વિવિધ કૃષિ યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી શકશે.

KuberaNow
desk@kuberanowPublished On : 23 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Farmer ID
63 લાખ ખેડૂતોને મળશે ''ડિજિટલ Farmer ID''AI Generated Image

ગુજરાતમાં કૃષિ ક્ષેત્રને ડિજિટલ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 63.35 લાખથી વધુ ખેડૂતોએ Farmer Registryમાં નોંધણી કરાવી છે. આ વ્યવસ્થા હેઠળ ખેડૂતોને તેમની ઓળખ અને જમીનના રેકોર્ડ સાથે જોડાયેલ Unique Farmer ID આપવામાં આવે છે, જેના આધારે વિવિધ સરકારી કૃષિ યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા સરળ બનશે.


Farmer Registryને કેન્દ્ર સરકારના Digital Agriculture Mission (DAM) હેઠળ વિકસાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આ પહેલ હેઠળ ખેડૂતોની માહિતી, જમીનના દસ્તાવેજો અને કૃષિ સેવાઓને એક ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી રહી છે.


એક ડિજિટલ ઓળખથી યોજનાઓનો લાભ

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિના જણાવ્યા અનુસાર, Farmer Registryમાં ખેડૂતની આધાર આધારિત ઓળખને જમીનના રેકોર્ડ સાથે જોડવામાં આવે છે. આ ડિજિટલ ઓળખથી ખેડૂતોને સરકારી યોજનાઓ માટે વારંવાર વ્યક્તિગત વિગતો અને જમીન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની જરૂરિયાત ઘટશે. લાભાર્થીની ઓળખ અને ચકાસણી વધુ ઝડપી અને પારદર્શક બનશે.


કઈ યોજનાઓમાં થશે મદદ

Farmer Registry દ્વારા ખેડૂતોને વિવિધ કૃષિ યોજનાઓ સાથે જોડવામાં સરળતા રહેશે.

તેમાં:PM-KISAN યોજના

Price Support Scheme (PSS) અને MSP હેઠળની સરકારી ખરીદી

Kisan Credit Card (KCC)

કૃષિ ધિરાણ અને અન્ય સહાય યોજનાઓનો સમાવેશ થાય છે.


નોંધણી પ્રક્રિયા કેવી રીતે થાય છે?

ખેડૂતો મોબાઇલ દ્વારા અથવા સેવા કેન્દ્રોની મદદથી Farmer Registryમાં નોંધણી કરાવી શકે છે.


પ્રક્રિયા:-

આધાર ઓથેન્ટિકેશન

ખેડૂત અને જમીન વિગતોની ચકાસણી

જમીન રેકોર્ડ સાથે ડિજિટલ લિંકિંગ કરવામાં આવે છે. નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂત પોતાની વિગતો અને જમીન રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. જો કોઈ જમીનનો સર્વે નંબર નોંધણી દરમિયાન રહી જાય તો તેને Update Farmer Request (UFR) સુવિધા દ્વારા ઉમેરવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.


ડિજિટલ કૃષિ માટે આગળનો માર્ગ

Farmer Registryનો ઉપયોગ ભવિષ્યમાં Digital Crop Survey, કૃષિ ઇનપુટ્સ, સરકારી ખરીદી વ્યવસ્થા, ધિરાણ સેવાઓ અને ડિજિટલ કૃષિ સલાહ જેવી સેવાઓ સાથે જોડાઈ શકે છે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂત, જમીન અને પાક સંબંધિત માહિતીનું એકીકરણ કરીને વધુ લક્ષિત કૃષિ સહાય અને ટેક્નોલોજી આધારિત સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો : Alert ! બેન્કિંગ કામકાજ બે દિવસમાં પતાવી દેજો


આ પણ જુઓ :


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM