KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રૂપિયાને વૈશ્વિક ઓળખ અપાવવા ભારતનો મોટો પ્લાન, વિદેશ વેપાર નીતિમાં મોટા ફેરફારોની તૈયારી

DGFTના સુધારા બાદ અધિકૃત બેન્કિંગ માધ્યમથી ભારતીય રૂપિયામાં મળતી પાત્ર નિકાસ આવકને Foreign Trade Policyના લાભ માટે વિદેશી ચલણ સમાન ગણવામાં આવશે. આ પગલું આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપી શકે છે.

KuberaNow
desk@kuberanowPublished On : 22 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
વિશ્વ વેપારમાં વધશે રૂપિયાનું મહત્વ
રૂપિયાની આંતરરાષ્ટ્રીય ઓળખ વધારવા Foreign Trade Policyમાં ફેરફારAI Generated Image

ભારતીય રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા Foreign Trade Policyમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અધિકૃત બેન્કિંગ માધ્યમથી રૂપિયામાં મળતી પાત્ર નિકાસ ચુકવણીને FTP હેઠળ વિદેશી ચલણમાં મળતી આવક સમાન માન્યતા મળશે. તેના કારણે નિકાસકારો આવી આવક પર નીતિ હેઠળના લાભ મેળવી શકશે અને તેને નિકાસ સંબંધિત જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પણ ગણાવી શકશે.


રૂપિયા આધારિત વેપારને પ્રોત્સાહન

DGFTના સુધારાથી ભારતીય નિકાસકારો માટે વિદેશી ગ્રાહકોને રૂપિયામાં બિલ બનાવવું અને ચુકવણી સ્વીકારવી વધુ સરળ બનશે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ આ ફેરફાર Foreign Trade Policyને હાલના FEMA માળખા સાથે વધુ સુસંગત બનાવે છે અને આંતરરાષ્ટ્રીય વેપાર સેટલમેન્ટમાં રૂપિયાના ઉપયોગ માટે વધુ સ્પષ્ટતા આપે છે.


Export obligationમાં પણ ગણાશે ચુકવણી

નેપાળ અને ભૂટાન સિવાયના દેશોમાં કરવામાં આવેલી નિકાસ માટે જો ચુકવણી નક્કી કરાયેલા બેન્કિંગ માધ્યમથી ભારતીય રૂપિયામાં મળે, તો તેને FTP હેઠળ નિકાસ લાભ મેળવવા માટે પાત્ર માનવામાં આવશે. આવી ચુકવણીને વિદેશી ચલણમાં મળતી પાત્ર આવકની જેમ export obligation પૂર્ણ કરવામાં પણ ગણવામાં આવશે.


કરન્સી પસંદગીમાં વધુ સરળતા

નવી વ્યવસ્થાથી ભારતીય નિકાસકારો અને તેમના વિદેશી વેપારી ભાગીદારોને બિલિંગ અને ચુકવણી માટે ચલણ પસંદ કરવામાં વધુ સરળતા વધશે . રૂપિયામાં કાયદેસર રીતે મળતી નિકાસ આવકને માત્ર ચલણના કારણે FTP લાભથી વંચિત રહેવું નહીં પડે, જેના કારણે રૂપિયા આધારિત સેટલમેન્ટ વધુ ઉપયોગી બની શકે છે.


રૂપિયા ખાતામાં થવી પડશે ચુકવણી

રૂપિયામાં મળતી ચુકવણી ભારત બહાર રહેતા વ્યક્તિઓના માન્ય Indian Rupee accountsમાં જમા થવી જરૂરી રહેશે. આવા ખાતા FEMAના લાગુ નિયમો હેઠળ ખુલેલા હોવા જોઈએ.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM