KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતનું વેલ્થ મેનેજમેન્ટ બજાર 2.5 ઘણુ વધીને 436 અબજ ડોલરે પહોંચી જશે

ભારતીય વેલ્થ મેનેજમેન્ટ બજાર 2034 સુધીમાં 10.6 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદરથી વધવાની આશા

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Indian Wealth Market
AI Generated Image

અમદાવાદ : ભારતનું વેલ્થ મેનેજમેન્ટ બજાર આગામી કેટલાક વર્ષોમાં તિવ્ર ગતિએ વધવા માટે તૈયાર છે. ભારતમાં આવકમાં વૃદ્ધિ, ઘરેલુ બચતના નાણાકીયકરણ અને મૂડી બજારોમાં નોંધપાત્ર ભાગીદારીના પગલે ભારતનું વેલ્થ મેનેજમેન્ટ બજાર 2034 સુધીમાં 2.5 ઘણી વધીને 436 અબજ ડોલર થવાની અપેક્ષા છે, જે 2025માં 171 અબજ ડોલર હતું તેમ એમકે વેલ્થ મેનેજમેન્ટના અહેવાલમાં જણાવાયું છે.


એમકે વેલ્થ મેનેજમેન્ટના રિપોર્ટ મુજબ 2034 સુધીમાં વેલ્થ મેનેજમેન્ટ બજાર 10.6 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર (CAGR)થી વધવાની આશા છે. વેલ્થ મેનેજમેન્ટ સેવાઓની માગ હવે માત્ર પારંપરિક હાઈ-નેટવર્થવાળા લોકો (HNI) સુધી મર્યાદિત નથી, પરંતુ તેનો વિસ્તાર માસ-ફઅલુએન્ટ, એફ્લુએન્ટ, અલ્ટ્રા-એચએનઆઈ, ફેમિલી ઓફિસ અને સંસ્થાગતગ્રાહકો સુધી થઈ રહ્યો છે.


એમકે વેલ્થ મેનેજમેન્ટના સીઈઓ પરાગ મોરેએ કહ્યું, ભારત આજે એક એવા મહત્વપૂર્ણ વળાંક પર છે જ્યાં સંપત્તિ સર્જનની સાથે કોમર્શિયલ વેલ્થ સંરક્ષણની જરૂરિયાત ઝડપથી વધી રહી છે. ગ્રાહક હવે માત્ર વ્યક્તિગત ઉત્પાદનોથી આગળ વધીને સંપત્તિ સંગ્રહ, સંરક્ષણ અને તેના હસ્તાંતરણને કવર કરનારા એકીકૃત દૃષ્ટિકોણની તલાશ કરી રહ્યા છે.


બચતોનું ફાઈનાન્સિયલાઈઝેશન અને મ્યુચ્યુઅલ ફંડોની ભૂમિકા

ભારતીય પરિવારો પોતાની બચતોને ભૌતિક સંપત્તિઓ અને પારંપરિક બેન્ક જમાથી હટાવીને મ્યુચ્યુઅલ ફંડ, ઈક્વિટી અને અન્ય કોમર્શિયલ રૂપે પ્રતિબંધિત નાણાકીય ઉત્પાદનોમાં લગાવી રહ્યા છે. ભારતીય પરિવારોમાં એસઆઈપીની લોકપ્રિયતા વધી છે. SIP આધારિત રોકાણના કારણે વધુમાં વધુ લોકો નાણાકીય બજારો સાથે જોડાઈ રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડની ત્રિમાસિક સરેરાશ ઈન્ડસ્ટ્રી એયુએમ નાણાકીય વર્ષ 2026માં લગભગ 77.98 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. હાલમાં એચએનઆઈ (HNI)ની આ બજારમાં સૌથી મોટી ભાગીદારી છે. તેમનો હિસ્સો અંદાજે 62.8 ટકા છે. સાથે જ ઉચ્ચ વર્ગના રોકાણકારો પીએમએસ, એઆઈએફ, પ્રાઈવેટ ક્રેડિટ અને પ્રી-આઈપીઓ તકો જેવી કસ્ટમાઈઝ્ડ સેવાઓ તરફ વળી રહ્યા છે.


એમકે વેલ્થનું માનવું છે કે રોકાણના મોરચા પર ઘરેલુ અર્થતંત્ર મજબૂત છે અને નાણાકીય વર્ષ માટે જીડીપી વિકાસ દર 6.7 ટકા રહેવાનો અંદાજ છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સંપત્તિની યોગ્ય ફાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.


ઘરેલુ 10-વર્ષીય બેન્ચમાર્ક યીલ્ડ 6.8 ટકાની આજુબાજુ રહેવાના કારણે કંપની લાંબાગાળાની અવધીના બદલે એક્રુઅલ-ઓરિએન્ટેડ રણનીતિઓને પ્રાથમિક્તા આપી રહી છે. વિવિધ પોર્ટફોલિયોમાં કિંમતી ધાતુઓનું મહત્વ વધી રહ્યુંલ છે. કેન્દ્રીય બેન્કો દ્વારા સતત કરાઈ રહેલી ખરીદી અને અમેરિકન ડોલરથી રિઝર્વમાં વિવિધતા લાવવાના ટ્રેન્ડે સોના અને ચાંદીની માગ મજબૂત કરી છે.


ભારતીય રોકાણકારો અને ફેમિલી ઓફિસ માટે ઘરેલુ બજારોથી આગળ જોવાનું વલણ ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે તાઈવાન, નાસ્ડેક 100,જાપાન અને એસએન્ડપી 500 જેવા વૈશ્વિક બજારોએ પાછલા કેટલાક વર્ષોમાં મજબૂત રિટર્ન આપ્યું છે. આ દિશામાં ગિફ્ટ આઈએફએસસી ભારતીય રોકાણકારો માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં વિવિધતા લાવવાનું એક મહત્વનું પ્લેટફોર્મ બનીને ઊભરી રહ્યું છે. જ્યાંથી વેલ્થ મેનેજર અને ફેમિલી ઓફિસ વૈશ્વિક રોકાણની તકોનો લાભ ઉઠાવી શકશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM