KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી

તહેવારો પહેલાં ખાંડની વધતી માંગ અને ઊંચા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર ખાંડ પરની 100% આયાત ડ્યૂટી ઘટાડવા અથવા સંપૂર્ણ દૂર કરવાની વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે.

KuberaNow
desk@kuberanowPublished On : 18 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
SUGAR
સરકાર ખાંડ પરની આયાત ડ્યૂટી ઘટાડશેAI GENERATED IMAGE

દેશમાં વધી રહેલા ખાંડના ભાવ અને આગામી તહેવારોની સિઝનમાં વધનારી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખાંડ પર લાગતી 100% આયાત ડ્યૂટી ઘટાડવા અથવા તો સંપૂર્ણ દૂર કરવાની વિચારણા કરી હોવાનો અહેવાલ છે. આ પગલાનો મુખ્ય હેતુ આયાતથી સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને ભાવ ઘટાડવાનો છે. જોકે, આ અંગે ચર્ચા હજુ ચાલી રહી છે અને ફૂડ તથા કોમર્સ મંત્રાલય તરફથી તાત્કાલિક સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.


ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે

ભારતમાં તાજેતરમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ISMAના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં Ex-mill ખાંડના ભાવ લગભગ ₹46 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ભારતમાં સામાન્ય રીતે ઓગસ્ટના અંતથી જાન્યુઆરી દરમિયાન ખાંડની માંગમાં વધારો જોવા મળે છે. તહેવારો દરમિયાન મીઠાઈ, Processed Food અને Beveragesની માંગ વધવાથી ખાંડના વપરાશમાં પણ વધારો થાય છે.


આયાતથી સ્થાનિક સપ્લાય વધારવાનો પ્રયાસ

અહેવાલ મુજબ આયાતને સરળ બનાવવામાં આવે તો વિદેશથી આવતી ખાંડ સ્થાનિક સપ્લાયમાં વધારો કરી શકે છે, જેના કારણે બજારમાં ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી શકે છે. ભારત સામાન્ય રીતે સ્થાનિક વપરાશ માટે મોટા પ્રમાણમાં ખાંડ આયાત કરતું નથી. ISMAના ડેટા મુજબ છેલ્લે 2017-18માં નોંધપાત્ર માત્રામાં ખાંડની આયાત કરવામાં આવી હતી.


વરસાદની અછતથી શેરડીના પાક પર ચિંતા

વૈશ્વિક સ્તરે ખાંડના સપ્લાયને લઈને પણ ચિંતા વધી રહી છે. El Ninoના કારણે પાક પર અસર થવાની આશંકાએ આંતરરાષ્ટ્રીય ખાંડના ભાવ પર દબાણ વધાર્યું છે. ભારતમાં પણ મોન્સૂન વરસાદ સામાન્ય કરતા 13% ઓછો હોવાનું જણાવાયું છે. શેરડીનો પાક વરસાદ પર આધારિત હોવાથી ઓછા વરસાદને કારણે ઉત્પાદનને લઈને ચિંતા ઊભી થઈ છે. જૂન 2026ના અંત નજીક વરસાદની ખાધ 40%થી વધુ હતી, જેના કારણે કેટલાક પાકોના વાવેતરમાં પણ વિલંબ થયો હતો.


Crushing 10થી 15 દિવસ વહેલું શરૂ કરવાની યોજના

દેશના મોટા શેરડી ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની ખાંડ મિલો સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતમાં Crushing શરૂ કરે છે. ફૂડ મંત્રાલય સાથેની ચર્ચા બાદ મિલો આ વખતે Crushing કામગીરી 10થી 15 દિવસ વહેલી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેનો હેતુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વહેલી વધારવાનો છે. સરકારે તાજેતરમાં વેપારીઓ માટે Stockpile Limit પણ લાગુ કરી છે, જેથી જથ્થાબંધ સંગ્રહ અટકાવી શકાય અને ભાવવધારા પર નિયંત્રણ રાખી શકાય.


શેરડીનું વાવેતર પણ પ્રમાણમાં થોડું ઓછું

કૃષિ મંત્રાલયના આંકડા મુજબ 14 ઓગસ્ટ સુધી દેશમાં 5.83 મિલિયન હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું હતું. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં થોડું ઓછું છે. ઉત્પાદન અને સપ્લાયને લઈને વધતી ચિંતા વચ્ચે સરકાર હવે આયાત ડ્યૂટીમાં ફેરફાર સહિતના વિકલ્પો પર વિચારણા કરી રહી છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM