KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો

અખાતી યુદ્ધનાં કારણે નૂર ભાડામાં 80 ટકા જેટલો વધારો થતાં ગલ્ફ દેશોમાં દાડમની નિકાસ 50 ટકા જેટલી ઘટી ગઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને થાઈલેન્ડ જેવા દેશોમાં દાડમની માંગ હોવા છતાં આ વખતે પેસ્ટીસાઇડઝનું પ્રમાણ વધારે દેખાતું હોવાથી નિકાસ રૂંધાઇ છે.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Pomegranate export decline
Pomegranate export declineAI Generated Image

મુંબઇ: અખાતી યુદ્ધ અને અલ નિનોની અસરના વિપરીત પરિણામો આ વખતે ભારતની દાડમની નિકાસ ઉપર જોવા મળ્યા છે. અખાતી યુદ્ધનાં કારણે નૂર ભાડામાં 80 ટકા જેટલો વધારો થતાં ગલ્ફ દેશોમાં દાડમની નિકાસ 50 ટકા જેટલી ઘટી ગઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને થાઈલેન્ડ જેવા દેશોમાં દાડમની માંગ હોવા છતાં આ વખતે પેસ્ટીસાઇડઝનું પ્રમાણ વધારે દેખાતું હોવાથી નિકાસ રૂંધાઇ છે.


કેબી એક્સપોર્ટસ ગ્રુપના ફાઉન્ડર પ્રકાશ ખખ્ખરે જણાવ્યું હતું કે આ વખતે દાડમના પાક માટે વરસાદ સાનુકૂળ રહ્યો છે પરંતુ અલ નિનોની અસરના કારણે થોડો મોડો પડ્યો હોવાથી ખેડૂતોને જંતુનાશકો વાપરવા પડે છે તેથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને થાયલેન્ડ જેવા દેશોમાં ભારતના દાડમની નિકાસ અટકી ગઇ છે. આ ઉપરાંત અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિના કારણે નૂર ભાડામાં 80 ટકા જેટલો વધારો થયો હોવાથી હાલમાં "સોના કરતા ઘડામણ મોંઘું પડે" તેવી સ્થિતિ છે. ગત વર્ષે દાડમની નિકાસ માટે કિલો દીઠ ભાડું 80 રૂપિયા હતું જે હાલમાં વધીને 150 રૂપિયા થઇ ગયું છે. તેથી અખાતી દેશોમાં ભારતના દાડમ કરતા અન્ય દેશોના દાડમ સસ્તાં પડે છે. પરિણામે ભારતની નિકાસ આ વખતે માંડ 50 ટકા જેટલી રહેવાની ધારણા છે.


અપિડા (APEDA)નાં સૂત્રનાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 માં ભારતે 72011 ટન દાડમની નિકાસ કરી હતી. જ્યારે 2025-26નાં પ્રથમ નવ મહિનામાં પણ 60000 ટનથી વધારે દાડમની નિકાસ કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ નિકાસમાં અવરોધ આવ્યા છે. ખાસ કરીને ભારતના ‘કેસરી‘ વેરાયટીના દાડમની વિદેશોમાં ભારે માગ રહે છે. ભારતમાં દાડમના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનાં અહમદનગર અને સોલાપુરનો હસ્સો 50 ટકાનો અને ગુજરાત તથા રાજસ્થાન પ્રત્યેકનો 25 ટકાનો હિસ્સો હોય છે.


સામાન્ય રીતે ચોમાસાનાં બે વરસાદ બાદ મહારાષ્ટ્રનાં ભગવા અને સાંગોલા વેરાયટીનાં દાડમના દાણામાં લાલ રંગ અને મીઠાશ આવતા હોય છે. આ વખતે વરસાદ મોડો હોવાથી નિકાસ મોડી શરૂ થઇ છે. ગત વષે એક્સપોર્ટ ક્વોલિટીના (200 ગ્રામ વજન) દાડમના કિલો દીઠ હોલસેલ ભાવ 200 રૂપિયા હતા પરંતુ આ વખતે નિકાસ ઘટતા સ્થાનિક ભાવ ઘટીને 125 રૂપિયા બોલાય છે.


આ પણ વાંચો: ખાંડ ઉત્પાદન ઘટવાની શક્યતા! ભારતમાં 2027ની સીઝનમાં 2.9થી 3.1 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM