તહેવારો પહેલા કઠોળના ભાવમાં ઉછાળો, બફર સ્ટોકમાંથી વેચાણની વેપારીઓની માગ
તહેવારો પહેલા અડદ, તુવેર અને ચણાના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાતા કઠોળ ઉદ્યોગે સરકાર પાસે બફર સ્ટોકમાંથી કઠોળ રિલીઝ કરવાની માગ કરી છે. હાલમાં સરકાર પાસે જરૂરી 35 લાખ ટન સામે 45 લાખ ટન કઠોળનો સ્ટોક હોવાનું જણાવાયું છે.

મુંબઇ: અલ નિનોની અસરના કારણે ખરિફ સિઝનનાં કઠોળના ઉત્પાદનનું ચિત્ર ધૂંધળું થતાં હાલમાં અડદ, તુવેર તથા ચણા જેવા કઠોળના ભાવમાં 20 ટકાની તેજી જોવા મળી છે. હજુ રવિ કઠોળની સિઝન કેવી આવશે એ નક્કી નથી તેથી તહેવારોમાં કઠોળના ભાવ કાબુમાં રહે અને દેશવાસીઓને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી કઠોળ વેચવાનું શરૂ કરવું જોઇએ એવી માગણી કઠોળના વેપારીઓએ કરી છે.
બફર સ્ટોકમાંથી કઠોળ વેચવાની વેપારીઓની માગ
ગ્રોમાનાં જોઇન્ટ સેક્રેટરી અને કઠોળનાં હોલસેલ વેપારી મનીષ દાવડાએ જણાવ્યું હતું કે હાલમાં સરકારના ગોદામોમાં કુલ 45 લાખ ટન કઠોળનો સ્ટોક ઉપલબ્ધ છે, સરકારી નિયમો પ્રમાણે 35 લાખ ટનનો સ્ટોક રાખવો જરૂરી છે. એટલે બફર સ્ટોક કરતા વધારે કઠોળ હોવાથી સરકારે એજન્સીઓ મારફતે કઠોળનું વેચાણ કરવું જોઇએ. આ પગલાંથી કઠોળની સ્થિતી ખાંડ જેવી થતી અટકાવી શકાશે.
સરકાર પાસે ચણા, તુવેર અને મગનો મોટો સ્ટોક
ઓગસ્ટ 2025ની સરખામણીએ હાલમાં કઠોળની રિટેલ મોંઘવારી 3.61 ટકા છે. સરકારી ગોદામોમાં હાલમાં 19.50 લાખ ટન ચણાનો સ્ટોક હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત 10 લાખ ટન તુવેર, 8.80 લાખ ટન મગ અને 5.60 લાખ ટન મસૂરનો સ્ટોક હોવાના અહેવાલ છે. સામાન્ય રીતે સરકાર વધારાનો સ્ટોક ખુલ્લા બજાર મારફતે વેચે છે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રાજ્યોને પણ કઠોળ ઉપલબ્ધ કરાવે છે.
આ પણ વાંચો: બિઝનેસમાં સાચો નિર્ણય કેવી રીતે લેવાય? મુંબઈમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો કરશે વિચારોનું મંથન
આયાતી કન્સાઇન્મેન્ટમાં વિલંબથી સપ્લાય પર અસર
વાશી APMC સ્થિત કઠોળના બ્રોકર અને બજારના એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે વૈશ્વિક અનિયમિતતાના કારણે હાલમાં આફ્રિકન દેશો, કેનેડા તથા ઓસ્ટ્રેલિયાથી શીપમેન્ટની આવકોમાં વિલંબ થઇ રહ્યો છે. કન્સાઇન્મેન્ટને ભારત પહોચતા 45થી 60 દિવસનો સમય લાગી જાય છે. આ ઉપરાંત એલસી ખોલવામાં પણ તકલીફ આવી રહી છે. સતેથી તહેવારોના સમયમાં માલની ખેંચ ઉભી ન થાય તે માટે સરકારે અત્યારથી જ પગલાં લેવાની જરૂર છે.
ખરીફ આવકો પર રહેશે બજારની નજર
છેલ્લા બે મહિનામાં ચણા, તુવેર અને અડદના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. આગામી સપ્તાહથી ખરીફ પાકની આવકો શરૂ થવાની શક્યતા છે. જો બજારમાં આવક ઓછી રહેશે અને પાક અંગે નબળું ચિત્ર સામે આવશે તો કઠોળના ભાવમાં ફરી તેજી આવી શકે છે.
આ પણ જુઓ

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

