Gold and Silver Price Today : સોના-ચાંદી મંગળવારે થયા મોંઘા, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?
અમેરિકાએ ઈરાનની બધી જ નાગરિક એરલાઈન્સ પર વૈશ્વિક સ્તરે પ્રતિબંધ મૂકતા પશ્ચિમ એશિયામાં યુદ્ધની અનિશ્ચિતતા વધી

અમદાવાદ : વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાંઘટાડો આવતા તેમજ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધની અનિશ્ચિતતા વધવાના પગલે મંગળવારે ભારતમાં રીટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઊછાળો આવ્યો છે. Comexથી લઈને MCX સુધી બધા જ પ્લેટફોર્મ પર સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરવાના છે. આ સમયે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે તેમની મુલાકાત થઈ શકે છે. જોકે, અમેરિકાએ ઈરાનની બધી જ નાગરિક એરલાઈન્સને ગ્રાઉન્ડેડ કરવાનો ‘આદેશ’ આપ્યો છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટએ જણાવ્યું કે, બુધવારથી અમેરિકાની બધી જ એરલાઈન્સને બંધ કરી દેવાશે. ઈરાનની એરલાઈન્સને લેન્ડ કરવાની, ઈંધણ ભરવાની, ટિકિટ વેચવાની સુવિધા આપનારા બધાને ડોલર સિસ્ટમમાંથી બહાર કરી દેવાશે. અમેરિકાની આ ધમકીની અસર થઈ છે અને ઈરાનના પડોશી દેશ ઈરાકે જ ઈરાનની એરલાઈન્સને લેન્ડિંગથી લઈને ઈંધણ સહિતની સુવિધાઓ પૂરી પાડવાનો ઈનકાર કરી દીધો છે. આથી, પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ વકરી શકે છે.
આ ઘટનાક્રમને પગલે ગ્લોબલ માર્કેટ Comex પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,385 ડોલરે જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 66.60 ડોલરે ટ્રેડ કરી રહ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યારે ઘરેલુ બજાર MCX પર ગોલ્ડ ઓક્ટોબર કોન્ટ્રાક્ટનો ભાવ 0.48 ટકા ઘટીને 1,52,361 તથા ચાંદી 0.67 ટકા ઘટીને 2,37,724ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
MCX પર સોના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ
જોકે, સોના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ 403 રૂપિયાની તેજી સાથે 1,53,497ના ભાવે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 1,53,094 રૂપિયા હતો. જોકે, આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 341 રૂપિયાની તેજી સાથે 1,53,435ના ભાવ પર ટ્રેડ કરી રહ્યો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ 1,80,779 રૂપિયાના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કરી લીધો હતો.
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજીવાળી રહી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 1,212 રૂપિયાની તેજી સાથે 2,40,529 રૂપિયા પર ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 2,39,317 રૂપિયા હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 833 રૂપિયાની તેજી સાથે 2,40,150 રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો 4,20,048 રૂપિયાનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કરી લીધું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,382.50 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,383.90 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે તે 1.40 ડોલરની તેજી સાથે પ્રતિ ઔંસ 4,385.30 ડોલરની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો હતો. સોનાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો 5,586.20 ડોલરની સર્વોચ્ચ સપાટી સ્પર્શ કરી છે.
Comex પર ચાંદીના વાયદાનો ભાવ 66.51 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ 66.41 ડોલર હતો. સમાચાર લખાય છે ત્યારે ચાંદીનો ભાવ 0.20 ડોલરની તેજી સાથે 66.61 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદીના ભાવે આ વર્ષે 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટી સ્પર્શી લીધી છે.
ગ્રો વેબસાઈટ મુજબ દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,800/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,900/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,100/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો
નવી દિલ્હી
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,900/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,990/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,180/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો
મુંબઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,750/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,850/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,060/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો
કોલાકાતા
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,750/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,850/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,060/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો
ચેન્નઈ
24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,54,750/10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,41,850/10 ગ્રામ
18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,16,060/10 ગ્રામ
ચાંદીનો ભાવ - રૂ. 2,55,000/1 કિલો
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
